Testimonial

 
 


હું તરૂણા દોશી અને પ્રવીણ દોશી આ કેન્દ્રમાં અમારો આ પ્રથમ અનુભવ છે, પરંતુ અમને ક્યારેય એવો આભાસ નથી થયો કે અમે પ્રથમવાર આવ્યા છીએ. ઘર સમાન વાતાવરણ, સાત્વિક ખોરાક, કુદરતી સાનિધ્ય અને વિવેકી સ્ટાફ આ સર્વે મનને મોભીલે તેવું છે અને એક સુંદર કેન્દ્ર અને મધ્યમ વર્ગને પરવળે એવા ચાર્જ થી એક આગવી ઓળખ છોડી જાય છે.

અહિયાં થેરોપિસ્ટ ખૂબ તન-મનથી સેવા આપે છે ડોકટરનું સુંદર માર્ગ-દર્શન અને યોગ ની પધ્ધતિ તથા આહાર, વિહાર અને વિચાર માટેનું તેમનું માર્ગ-દર્શન ખૂબ ઉપયોગી સાબિત થાય છે, સાથે સાથે આ સંસ્થાના વિકાસ માં એક સુવર્ણપિંછ ઉમેરી જાય છે.

આ સંસ્થા જે ઉદેશથી કામ કરે છે. તે આ સદાને માટે ચાલુ રહે કાર્યરત રહે અને દર્દીઓ અહીથી સાજા થઈને જાય. અહી ના ડોકટર અને સર્વે સ્ટાફ નો આભાર.


તરુણાબેન દોશી, મુંબઈ
08/09/2013

 
     
 
     
 
 


હું કુમુદબેન તથા મારા સાથી જયશ્રીબેન કુદરતી ઉપચાર કેન્દ્રમાં સાત દિવસ માટે દાખલ થયા હતા, કુદરતના ખોળે તથા ડોકટર અને સ્ટાફની સેવાભાવના તથા આત્મીયતાથી અમને ખૂબ સંતોષ અને આનંદ થયો છે.

સમય મુજબની સારવાર અને ભોજન પધ્ધતિ ખૂબ ઉત્તમ છે, સાથે સાથે કેન્ઢ્રની સ્વચ્છતા પણ ખૂબ સારી છે. તમામ પ્રકારની નેચરોપેથી સારવાર તેમજ ફિઝિયોથેરાપી સારવાર પણ ખૂબ યોગ્ય રીતે આપવામાં આવે છે.


કુમુદબેન એચ દોશી
અને          
જયશ્રીબેન એન સાંગાણી
19/8/2013

 
     
 
     
 
 


We, Dr. Mahendra B. Shah, Mrs. Madhuben, and Ms. Bins Shah enjoyed treatment for ten days. Overall I grade this center A1.Everyone is very co-operative and willing to work sincerely. Cooking was also good. Doctors are always smiling and sincere in all the work that they undertake.

I and my family members feel very homely with all the staff, Thank you so much to everyone. God bless you.


Dr. Mahendra B. Shah,Mumbai
3/10/2013

 
     
 
     
 
 


I Nemji V Gala, it was Wonderful experience with taken decision to stay here. Thought to stay two days only, but look at place and I found it’s something different here. My ticket on 4/11/2013,8:00pm but it’s not used the same and join body relaxation program. It’s really very good feeling & peace of mind.

All the staff members are very supportive and active. They all are done proper hard work. And doctors try to understand my basic problem and really doctors vision is appreciative, reduce the medicine and diet & help me at out off stress. Food quality was equally very good and also very on time. Surrounding environments is too good. It once my life best moment, have enjoyed.


Nemji V Gala, Mumbai
12/11/2013

 
     
 
     
 
 


 હું અને મારા પત્નિ 20 દિવસ કુદરતી ઉપચારમાં રોકાઈને સરવારનો લાભ લીધો છે. મને 20 થી 21 વર્ષ જુની અસ્થમા ની બીમારી હતી. અને મારી પત્નિ પણ અમુક બીમારી થી પીડાતા હતા તેથી જેના માટે અમે ધણી દવા કરાવી પણ રાહત ન મળી તેથી અમે સારવાર માટે કુદરતી ઉપચાર કરાવવાનું વિચાર્યું અને અમે આ કેન્દ્રમાં દાખલ થયા મને વિશ્વાસ ન થયો કે આટલા વર્ષો જૂની અસ્થમાની બીમારી મટી શકે છે. તે પણ ફક્ત આહાર અને સારવાર જેમાં ખાસ કરી ને પાણીની સારવાર.

રોજીંદા જીવનમાં મારે એક દિવસમાં પાંચ વખત પંપ લેવાની જરૂર પડતી હતી સારવાર બાદ ધીરેધીરે પંપ લેવાની પણ જરૂર નથી પડતી.

હું આ માટે ડોકટરનો ખૂબ આભારી છું, જેના માર્ગ-દર્શન નીચે મારી તમામ સારવાર થઈ શકી. તેમજ ઘરે પણ કેવી રીતે દિનચર્યા અને આહાર પધ્ધતિ રાખવી તેની પણ યોગ્ય માહિતી મળી શકી સારવાર આપતા ભાઈ-બહેનો ખૂબ સારા અને સહાનુભૂતિવાળા છે.ભોજનની ગુણાવતા પણ ઉત્તમ છે.
આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર


હરખચંદભાઈ કે સંગોઈ, મુંબઈ
11/4/2014

 
     
 
     
 
 


હું અને મારી પત્નિ દસ વર્ષ પહેલા આ સંસ્થામાં આવ્યા હતા અને આજે આટલા વર્ષો પછી પાછા આવ્યા છીએ, તેથી ઘણી આનંદની લાગણી અનુભવીએ છીએ.

પહેલા તો આ સંસ્થા નવેસરથી ખૂબ સારી રીતે કાર્યરત થઈ છે. તે જાણી ઘણો આનંદ થયો. અને જેમાં મારો ખૂબ સારો અનુભવ રહયો છે.

મે અહીં 27 દિવસ નેચરોપેથી સારવાર લીધી હતી, અને મને મારી બીમારી માં ઘણી રાહત મળી હોય તેવું હું અનુભવું છું. રહેવાની, જમવાની અને તેમજ સારવાર ની પધ્ધતિ અને સગવડ ઉત્તમ છે.
તેમજ દરેક કક્ષાનો માણસ આ સારવારનો લાભ લઈ શકે તે પ્રમાણે ના ખૂબ ઓછા ચાર્જમાં સારી સગવડ આપતી આવી બીજી કોઈ સંસ્થા ન હોય શકે તેવું મારું માનવું છે.

સ્ટાફના તમામ ભાઈ-બહેનો તેમજ ડોકટર સાથે મળીને ખૂબ સારી સેવા આપે છે. તે બદલ આપ સર્વેનો ખૂબ આભાર


ભીખાભાઈ ડી. પટેલ
વિજયનગર, સાબરકાંઠા
22/11/2014

 
     
 
     
 
 


Here was very friendly staff. We felt very much at home here. Doctors here are very good most of our concerns were taken care of. Yoga and meditation make our routine complete, we did not need any other entertainments. Environment here is perfect for this type of treatments. Within a seven days short stay we were able to feel the benefits, we enjoyed our stay here.


Lalitbhai Mehta & Hardikaben Mehta, USA
13/01/2015

 
     
 
     
 
 


હું અને મારી સાથે મારી ચાર સખી પણ આ કેન્દ્રમાં આવ્યા હતા. અહીં દિનભર વાજીત્રમય સંગીત સાથે વાતાવરણ વધારે સૌમ્યલાગે છે. આહલાદક વાતાવરણ, શુધ્ધ હવા-ઉજાસ, ચોખ્ખાઈવગેરે ખૂબ સારૂ છે.

ડૉક્ટરનું કન્સલટેશન ખૂબ જ ઉત્તમ છે. સાથે ખૂબ મીઠાશ અને મૈત્રીભર્યું વર્તન છે. જેથી દર્દીનું દર્દ ત્યાં જ ઓછું થઈ જાય તેવું મેં અનુભવ્યું છે.

ભોજન ગુણવતાસભર અને સમયસર મળી રહે તેવી સારી સગવડ છે. જેથી અમને ઘરની રસોઈની પણ યાદ નથી આવી.

અહીંની તમામ નેચરોપેથી સારવાર જેમાં ખાસ મસાજ અને પોટલી શેક ખૂબ ઉત્તમ છે. તેમજ હેર માટેની કુદરતી સારવાર પણ સારી અને અસરકારક છે.

કુદરતી ઉપચારનો આવો સુંદર વિચાર પૂ.શ્રી સ્વ. લક્ષ્મીચંદભાઈ માણેકચંદ વોરા પરિવારને આવ્યો તે માટે ધન્યવાદ અને આભાર તેમજ ડોકટર તથા સર્વે સ્ટાફના પ્રેમાળ સ્વભાવ અને વ્યવસ્થા કાળજી માટે આભાર અને અભિનંદન.


ઉષાબેન હસમુખભાઈ દોશી,મુંબઈ
14/01/2015

 
     
 
     
 
 


I am stay here for 15 days. My experience is wonderful. All naturopathy treatments are very good. Yoga and mediation is also good. Food is very homely and good quality, I feel good in my ill condition. And with in all these facilities it’s really very reasonable overall cost. Here I feel peace of mind with very natural and fresh atmosphere.

Thank you so much all for the service you are providing as such reasonable cost.


Suyogya Chandra Mehta, Mumbai
17/01/2015

 
     
 
     
 
 


હું શશીકાંત લીયા અને મારા પત્નિ જયા લીયા સૌ પ્રથમવાર કોઈ નેચરક્યોર હોસ્પીટલમાં દાખલ થયા છીએ.

અહીં અમે પાંચ દિવસ રોકાઈને સારવાર કરાવી છે. જેમાં મને આરોગ્ય કેન્દ્રનું મકાન તથા આંતરિક દરેક જગ્યા સુવ્યવસ્થીત તથા આયોજન લાગી છે. ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા તથા સાધનો વખાણવા લાયક છે.

સવારના ભાગમાં શ્લોક અને પ્રાર્થના સાંભળીને મન પ્રફુલ્લીત થઈ જાય છે. ભોજન પ્રથાની વેરાયટી ઘણી સારી છે.

અમારો એક સુંદર અનુભવ એ રહ્યો કે, મારી પત્નિને વર્ષોથી સવારના ભાગમાં ચા પીધા પછી દૈનિક કાર્ય કરવાની આદત છે. ચા વગર કોઇપણ પ્રવૃતિ અશક્ય હતી. મોડી અથવા સમયસર ચા ન મળવાથી અસહ્ય માથાનો દુ:ખાવો થતો આ પ્રકારની આદત હોવા છતાં કુદરતી ઉપચાર કેન્દ્રમાં પાંચ દિવસ ચા વગર કેવી રીતે પસાર થયા તેની ખબર ન પડી. ખરેખર આ એક કુદરતી ઉપચારનો ચમત્કાર છે.


શશીકાંત એચ લીયા, મુંબઈ
26/1/2015

 
     
 

 

Kudrati Upchar Kendra 2012 | All Worldwide Rights Reserved.